Wednesday, September 7, 2011

સિદ્ધિ માટેનાં પાંચ કારણો

સિદ્ધિ માટેનાં પાંચ કારણો
ઘણી વખત એવું બને છે કે આપણાં ધારેલાં કામોમાં, ઉધોગોમાં કાં તો કારોબારમાં સખત પુરુષાર્થ કરવા છતાં પણ આપણને કાર્યમાં અપેક્ષિત સિદ્ધિ મળતી નથી. તેમાં માનવીના પુરુષાર્થનો મહત્ત્વનો ફાળો હોવા છતાં નસીબનો પણ ફાળો છે. ભલે તે નાનો હોવા છતાં પણ મહત્ત્વનો છે અને એ વાત સમજાવતા ભગવાન શ્રીકષ્ણે ગીતામાં જ કાું છે,

પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ યે

સાંખ્યે કતાન્તે પ્રોકતાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ (અ.૧૮/૧૩)

હે મહાબાહો (અર્જુન) સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણો હું તને કહું છું તેને સારી પેઠે જાણી લે.’ અને કાર્યની સિદ્ધિ માટે પાંચ કારણો આપતાં શ્રીકષ્ણે કાું છે,

અધિષ્ઠાનં તથા કતાં કરણં ચ પૃથગ્િવધમ્

વિવિધાશ્ચ પૃથકર્યેષ્ટા દૈવં ચૈતાત્ર પંમચમ્ (અ. ૧૮/૧૪).



કાર્યની સિદ્ધિ માટે અધિષ્ઠાન એટલે કે સ્થાન-આશ્રય એ પ્રથમ આવશ્યકતા છે.

સમજો, એકાદ કુંભારને માટલાં ઘડવાં હોય તો તે માટે તેનાં સાધનો-ચાકડો, માટી વગેરે મૂકવા માટે સ્થાન તો જોઇશેને? તે સ્થાન-જગ્યા-ભૂમિ-એ તેના માટેનું અધિષ્ઠાન ગણાય. એકાદ ઉધોગપતિને લોખંડનું કારખાનું ખોલવું હોય તો લોખંડની તથા કોલસાની ખાણો નજીકની જગ્યા તે સ્થાન- તે માટેનું યોગ્ય અધિષ્ઠાન ગણાય.

બીજું મહત્ત્વનું કારણ કર્તા-સિદ્ધિ માટે કર્તામાં આવડત, જ્ઞાન, ધગશ, પ્રતિભા વગેરે હોવાં જરૂરી છે. આ ન હોય તો બાકીની વાતોનું કોઇ જ મહત્ત્વ નથી.

ત્રીજું મહત્ત્વનું કારણ-ધંધાકીય પ્રવૃત્તિ માટે નાણાં, કારખાનું હોય તો યોગ્ય આધુનિક મશીનરી પણ હોવી જોઇએ. આજના આધુનિક માહોલમાં આવી સિદ્ધિ ગણિતના દાખલા જેવી બની ગઇ છે. દાખલો ગણવામાં એક પગથિયું ચૂકયા કે દાખલો ખોટો પડે. તેવું જ કાંઇક આજના ઝડપથી બદલાતા જમાનામાં-પ્રતિસ્પર્ધાના જમાનામાં જયારે આધુનિક ટેકનોલોજી આટલી વિકસિત થઇ છે ત્યારે પોતાના ધંધામાં યા ઉધોગોમાં પોતાની કારકિર્દીને ફાસ્ટ ટ્રેક પર રાખવી બહુ જરૂરી છે. તેમાં લગીર પણ પ્રમાદ થયો કે દાખલાનું પગથિયું ચૂકયા. નહીં તો જમાના સાથે કદમ મિલાવે તેવી આધુનિક મશીનરીના અભાવે ટેકસટાઇટલનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં મિલોનાં ભૂંગળાં પાળિયાની જેમ ઊભાં છે.

ચોથું મહત્ત્વનું કારણ-વિવિધ ચેષ્ટા-એટલે કે જે કાંઇ કરવાનું છે, તે કેવી રીતે કરવાનું છે તેનું ભાન ન હોય-કાર્ય કરવાની ઊડી સમજ ન હોય-જેમની સાથે કામ કરવું પડે તેમના ગમા-અણગમા, સ્વભાવની પણ સમજ લેવી જરૂરી છે. તે ન હોય-કામ લેતાં ન આવડે તો કાર્યમાં સિદ્ધિ ન મળે.

અને પાંચમું મહત્ત્વનું કારણ નિયતિ-નસીબ. ઉપર જણાવેલાં ચાર કારણો વ્યવસ્થિત હોય તે માટે યોગ્ય પુરુષાર્થ પણ કર્યોહોય એ છતાં પણ કાર્યમાં સિદ્ધિ ન મળે તો સમજવું કે માણસનું નસીબ-એ પાંચમું કારણ છે. નસીબમાં -ભાગ્યમાં ન હતું માટે ન મળ્યું. પરંતુ સિદ્ધિ માટેની ગણતરીમાં નસીબનો નંબર છેલ્લો છે. સમજોને વીસ ટકા પણ તેનું મહત્ત્વ ભુલાવું ન જોઇએ.

કોઇ પણ કાર્યની સિદ્ધિ માટે આ પાંચ કારણો આવશ્યક છે.

ગીતાનું દેહ-મનોવિજ્ઞાન

ગીતાનું દેહ-મનોવિજ્ઞાન

આઘ્યાિત્મક ઉન્નતિનું શાશ્વત વિશ્વ-ગીત
ગીતાના તેરમાં અઘ્યાય માં શરીરરૂપી ખેતરની મિમાંસા છે. દેહરૂપી ખેતરમાં ખેડ ખાતર-પાણીની કેવી માવજત કરવી, કેવું બિયારણ વાવવું વગેરે મજાની વાતો ગીતાકારે કરી છે.

પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ, મોઢું, મળદ્વાર અને જનનાંગ) પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ અને ત્વચા) અને ચાર અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) મળીને ચૌદ ચાસના ખેતરનો ખેતરપાળ છે, આત્મા. જેમ વર્ષાઋતુ આવે અને માટીમાંથી સર્જનની સોડમ ઊઠે તેમ જ્ઞાનરૂપી વરસાદથી અંતરની ધરતી મહેકી ઊઠે. તેરમાં અઘ્યાયમાં (મંત્ર ૭થી ૧૧) જ્ઞાનીનાં લક્ષણો આપ્યાં છે. જે નિરાભિમાની અને નિર્દંભી હોય, જેના રોમેરોમમાં કરુણા, અહિંસા અને ઋજુતા ટપકતી હોય, તન-મન પવિત્ર હોય, જે વડીલો અને ગુરુજનોને આદર કરે, જેણે ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો હોય, જન્મ, મૃત્યુ અને ઘડપણને સાક્ષીભાવે જોતો હોય, પત્ની-પુત્ર વગેરેમાં મોહરહિત હોય, ચિત્તની નિત્ય સ્થિરતા કેળવી હોય, એકાંતપ્રિય હોય અને નિયમિત અઘ્યાત્મ વ્યાયામમાં રરયો પરયો રહેતો હોય તેવી વ્યકિત જ્ઞાની કહેવાય.

જ્ઞાનીનાં લક્ષણોનું વર્ણન સાંભળીને એવું થાય કે આ બધું સંસારમાં રહીને થાય ખરું? ઉત્તર હકારમાં છે, એટલે તો આ વાતને ગીતામાં સ્થાન મળ્યું છે. અસાધારણ પ્રતિભાસંપન્ન કોઇપણ માણસના જીવનમાં ડોકિયું કરીશું તો આમાંના મોટાભાગના ગુણો અવશ્ય મળી આવશે. જોકે, ગુણોની આ યાદી જડ કે મૃત નથી. સમયની માંગને અનુસરીને તેમાં સુધારાનો પૂરો અવકાશ છે. જે તત્ત્વજ્ઞાન સંપ્રદાયો, ધર્મગ્રંથો કે મંદિરોના ખંડેરોમાં દબાઇ રહે છે, તે સમય વીત્યે ગંધાઇ ઊઠે. એટલે તેમાં સુધારા અને સમન્વયના હવા-ઉજાસ દાખલ કરવા પડે. મહાકવિ ભવભૂતિએ માં આપેલી સુંદરતાની પરિભાષા આ સંદર્ભમાં ખૂબ જ પ્રસ્તુત છે, આ વાતને માત્ર પ્રાકતિક કે દૈહિક સુંદરતા પૂરતી સીમિત રાખવી મૂર્ખતા ગણાય. વહી જતી સરિતાનું દરેક જલબિંદુ નવું છે. તેમાં સાતત્ય છે પણ જડતા નથી. નોબેલ ઇનામ વિજેતા હર્મન હેસની નવલકથા ના નાયકને જડેલું સત્ય પણ વહેતી સરિતાના નવતર જલબિંદુ જેવું જ અનુપમ હતું ને!

ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એટલે દેહ-મનોવિજ્ઞાન. માનવની આ સનાતન ખોજ રહી છે. હાડમાંસનો દેહ આતમની ઓળખનો અંતિમ પડાવ બની રહે તો આવી બન્યું! રાગ-વિરાગ, પ્રેમ-તિરસ્કાર, સુખ-દુ:ખ, આશા-નિરાશા જેવા દ્વંદ્વોના પિંજરામાં કેદ થયેલા આતમ-પંખીને તો છે આશ, અતંતના આકાશે ઊડી નીકળવાની, આઘ્યાત્મિક ઉન્નતિની આ ઉત્કટ મનોકામના જયારે આદિ શંકરાચાર્યના માં સ્વરૂપે બહાર આવે અને ચિત્તના ખેતરની સરહદનો અનંત વિસ્તાર થાય ત્યારે નો નાદ ઊઠે.

શિવોહમ્ એ વૈરાગ્યની બાાાનુભૂતિ નથી, તે તો પળેપળ જાગૃતિ અને પ્રસન્નતાનો પરિપાક છે. જાગતાં રહીએ, અપેક્ષા કે અભિપ્રાયના ગોગલ્સ ઉતારીને પળેપળની ઘટનાઓ અને પાત્રોને જોતાં રહીએ, તેમાંથી જે કંઇ શીખવા મળે તે લેતાં રહીએ. કુદરતની દરેક રચનામાં વૈવિઘ્ય છે. તે દરેક વરચે કંઇક સમાનતા અને સાતત્ય પણ છે.

દરેક ઘટના કોઇ આગળની ક્રિયાની નીપજ છે તેમજ આવનારી કોઇ નવરચનાનું રહસ્ય પણ છે. સમયના કેન્વાસ પર પળેપળ બદલાતાં જતાં રૂપ-રંગની આ ભાતીગળ રંગોળી કેવી અદ્ભુત છે! સૃષ્ટિની અખિલાઇનું આવું દર્શન અને તે સાથેનું તાદાત્મ્ય સધાય એટલે અંતરમાં અસ્ખલિત આનંદની સરવાણી ફૂટે.

વાતને સરળતાથી સમજવી છે, મિત્ર? નાનકડી કુલડીમાં ઘઉના એક દાણામાંથી પ્રસવેલ નવાંકુરને જોઇને ગેલમાં આવી ગયેલ કોઇ નાના ભૂલકાની આંખના સમંદરમાં ડૂબકી મારી જુઓ! 
 
<!--Can't find substitution for tag [blog.pagetitle]--> <!--Can't find substitution for tag [blog.pagetitle]-->