Wednesday, September 7, 2011

સિદ્ધિ માટેનાં પાંચ કારણો

સિદ્ધિ માટેનાં પાંચ કારણો
ઘણી વખત એવું બને છે કે આપણાં ધારેલાં કામોમાં, ઉધોગોમાં કાં તો કારોબારમાં સખત પુરુષાર્થ કરવા છતાં પણ આપણને કાર્યમાં અપેક્ષિત સિદ્ધિ મળતી નથી. તેમાં માનવીના પુરુષાર્થનો મહત્ત્વનો ફાળો હોવા છતાં નસીબનો પણ ફાળો છે. ભલે તે નાનો હોવા છતાં પણ મહત્ત્વનો છે અને એ વાત સમજાવતા ભગવાન શ્રીકષ્ણે ગીતામાં જ કાું છે,

પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ યે

સાંખ્યે કતાન્તે પ્રોકતાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ (અ.૧૮/૧૩)

હે મહાબાહો (અર્જુન) સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણો હું તને કહું છું તેને સારી પેઠે જાણી લે.’ અને કાર્યની સિદ્ધિ માટે પાંચ કારણો આપતાં શ્રીકષ્ણે કાું છે,

અધિષ્ઠાનં તથા કતાં કરણં ચ પૃથગ્િવધમ્

વિવિધાશ્ચ પૃથકર્યેષ્ટા દૈવં ચૈતાત્ર પંમચમ્ (અ. ૧૮/૧૪).



કાર્યની સિદ્ધિ માટે અધિષ્ઠાન એટલે કે સ્થાન-આશ્રય એ પ્રથમ આવશ્યકતા છે.

સમજો, એકાદ કુંભારને માટલાં ઘડવાં હોય તો તે માટે તેનાં સાધનો-ચાકડો, માટી વગેરે મૂકવા માટે સ્થાન તો જોઇશેને? તે સ્થાન-જગ્યા-ભૂમિ-એ તેના માટેનું અધિષ્ઠાન ગણાય. એકાદ ઉધોગપતિને લોખંડનું કારખાનું ખોલવું હોય તો લોખંડની તથા કોલસાની ખાણો નજીકની જગ્યા તે સ્થાન- તે માટેનું યોગ્ય અધિષ્ઠાન ગણાય.

બીજું મહત્ત્વનું કારણ કર્તા-સિદ્ધિ માટે કર્તામાં આવડત, જ્ઞાન, ધગશ, પ્રતિભા વગેરે હોવાં જરૂરી છે. આ ન હોય તો બાકીની વાતોનું કોઇ જ મહત્ત્વ નથી.

ત્રીજું મહત્ત્વનું કારણ-ધંધાકીય પ્રવૃત્તિ માટે નાણાં, કારખાનું હોય તો યોગ્ય આધુનિક મશીનરી પણ હોવી જોઇએ. આજના આધુનિક માહોલમાં આવી સિદ્ધિ ગણિતના દાખલા જેવી બની ગઇ છે. દાખલો ગણવામાં એક પગથિયું ચૂકયા કે દાખલો ખોટો પડે. તેવું જ કાંઇક આજના ઝડપથી બદલાતા જમાનામાં-પ્રતિસ્પર્ધાના જમાનામાં જયારે આધુનિક ટેકનોલોજી આટલી વિકસિત થઇ છે ત્યારે પોતાના ધંધામાં યા ઉધોગોમાં પોતાની કારકિર્દીને ફાસ્ટ ટ્રેક પર રાખવી બહુ જરૂરી છે. તેમાં લગીર પણ પ્રમાદ થયો કે દાખલાનું પગથિયું ચૂકયા. નહીં તો જમાના સાથે કદમ મિલાવે તેવી આધુનિક મશીનરીના અભાવે ટેકસટાઇટલનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં મિલોનાં ભૂંગળાં પાળિયાની જેમ ઊભાં છે.

ચોથું મહત્ત્વનું કારણ-વિવિધ ચેષ્ટા-એટલે કે જે કાંઇ કરવાનું છે, તે કેવી રીતે કરવાનું છે તેનું ભાન ન હોય-કાર્ય કરવાની ઊડી સમજ ન હોય-જેમની સાથે કામ કરવું પડે તેમના ગમા-અણગમા, સ્વભાવની પણ સમજ લેવી જરૂરી છે. તે ન હોય-કામ લેતાં ન આવડે તો કાર્યમાં સિદ્ધિ ન મળે.

અને પાંચમું મહત્ત્વનું કારણ નિયતિ-નસીબ. ઉપર જણાવેલાં ચાર કારણો વ્યવસ્થિત હોય તે માટે યોગ્ય પુરુષાર્થ પણ કર્યોહોય એ છતાં પણ કાર્યમાં સિદ્ધિ ન મળે તો સમજવું કે માણસનું નસીબ-એ પાંચમું કારણ છે. નસીબમાં -ભાગ્યમાં ન હતું માટે ન મળ્યું. પરંતુ સિદ્ધિ માટેની ગણતરીમાં નસીબનો નંબર છેલ્લો છે. સમજોને વીસ ટકા પણ તેનું મહત્ત્વ ભુલાવું ન જોઇએ.

કોઇ પણ કાર્યની સિદ્ધિ માટે આ પાંચ કારણો આવશ્યક છે.

No comments:

Post a Comment

 
<!--Can't find substitution for tag [blog.pagetitle]--> <!--Can't find substitution for tag [blog.pagetitle]-->